Our Feeds

શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

www.shreechandravatischool.com

શિક્ષકની પાસબુક અને વિદ્યાર્થીની શ્વાસબુક

teachers passbook and students swasbook

 

શિક્ષકની પાસબુક અને વિદ્યાર્થીની શ્વાસબુક
-       ડૉ. ભૌમિક ત્રિવેદી
આજે વાત આદર્શની નહીં પણ વાસ્તવિકતાની કરવી છે. બહુ આદર્શવાદ થઇ ગયો અને તે આપણને વાસ્તવિકતાની ધરાથી ઘણે ઉપર લઇ ગયો છે. એટલી હદે કે હવે વાસ્તવિકતા આપણને બીજાની લાગવા માંડી છે. આજે વાત તમારી કે મારી નહીં, પેલાની કે પેલીની નહીં, સાહેબની કે શિક્ષકની નહીં પણ આપણી કરવી છે.
આપણે એટલે કોણ.........આપણે????? બસ આપણે બધાજ કે જે બાળકને કેન્દ્રમાં રાખવાનો આડંબર કરી તેની આજુ બાજુ ગોઠવાઇ ગયા છે. આપણે એટલે એ લોકો કે જે શિક્ષણના સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યા છીએ. શિક્ષણ એટલી complex process છે જેના પરિમાણો  સતત બદલાતા રહે છે.
શિક્ષણ જગતમાં હવે સમસ્યા અને ઉકેલના પરિમાણો બદલાતા રહે છે અને તેની સાથે આપણે કદમ મીલાવવો ફરજીયાત અને અનિવાર્ય (compulsory and mandatory)  બની જાય છે. નામાંકનની સમસ્યાથી આપણે બહાર આવી ગયા ત્યારે આપણી સામે સ્થાયિકરણની સમસ્યા ઉભી થવા પામી. હવે જ્યારે આપણે સ્થાયિકરણની સમસ્યા ઉકેલવામાં છીએ ત્યારે ગુણવત્તાની વાત ઉભી થાય છે.
ઘણીવાર ગુણવત્તાયુક્ત શિક્ષશિક્ષણ (quality education) શબ્દ પણ વિચારવા પ્રેરે તેવો લાગે છે. શિક્ષણમાં કયારેય ગુણવત્તા શબ્દનો ઉપયોગ કરવાનો હોય!!!!  સમાજમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા માટે તો શિક્ષણ હોય,પછી શિક્ષણમાં ગુણવત્તા કોણ લાવે ( મઝધારમે નૈયા ડૂબે તો માઝીહી નાવ બચાયે.. માઝી હી નાવ ડૂબોએ ઉકે કૌન બચાયે)
પ્રવર્તમાન સમયમાં આવેલા કેટલાક સવિધાનિક અને સંસ્થાકિય પરિવર્તનોએ આપણને વિચારતા કરી મૂકેલ  છે. NCF-2005(national curriculum framework-2005) અને  RTE-2009(right to education-2009) ના સંદર્ભમાંઆપણી કેટલીય કરજો અને અપેક્ષાઓ સ્પષ્ટ થઇ છે,પરંતુ તેની વિગતે ચર્ચા અહીં કરવી નથી, ફરી ક્યારેક.
આપણે આપણા અને વિદ્યાર્થીની વાત કરીએ તો.. આપણા વ્યવસાયને એક Bank Account  તરીકે કલ્પીએતો... જરા જોઇએકે આપણા account માં શું જમા થાય છે અને આપણે શું withdraw કરવાનું છે.
આપણું ખાતુ.........
DEPOSITE
WITHDRAW
આર્થીક ચૂકવણી...(પગાર સ્વરૂપે)
અસરકારક વર્ગખંડ વ્યવહાર
શાળાકીય તથા વ્યક્તિગત આર્થીક અનુદાન
પ્રેમ(love to student)
વિવિધ વ્યવસાયિક સજ્જતાની તાલીમ
કરૂણા(compassion)
Support system
વ્યવસાયિક પ્રતિબદ્ધતા અને નૈતિક જવાબદારી
એક હસતું બાળક
એક સક્ષમ નાગરિક
           બાળકનું ખાતું.......
DEPOSITE
WITHDRAW
માહિતી/જ્ઞાન
 સમજના સ્તરે પહોંચે
જિજ્ઞાસા/કૂતૂકુલતા
ચિંતનના સ્તરે પહોંચે
આનંદ
અનુભૂતિના સ્તરે પહોંચે
કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ થાય.
           આપણો પ્રશ્ન એ છે કે શું આપણા account માં વિદ્યાર્થીની entry  છે? જો ના તો .... પાછું પૂછીએ કેમ???
           વિદ્યાર્થીની ગુણવત્તાવૃદ્ધિને અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ રહ્યા. આપણા account નું વ્યાજ છે અને આપણી પ્રતિબદ્ધતા એ વિદ્યાર્થીના account નું વ્યાજ છે. આપણે આ કરીજ શકીએ છીએ અને કરીએ પણ છીએ. આ માટે બે સુંદર પુસ્તકનો ઉલ્લેખ કરૂ છું. ખાસ વાંચી લેવા વિનંતી. ચીકન સૂપ ફોર ધ સૉલ ઈન્ડિયન ટીચર્સ” , નવભારત સાહિત્ય મંદીર, (આ પુસ્તકમાં ભારતમાં વિવિધ તબક્કે કાર્ય કરતા એવા શિક્ષકોની વાત કરવામાં આવી છે જેમના પ્રયત્નો દ્વારા તેમણે બાળકોમાં, સમાજમાં તથા બાળકોના હૈયામાં સ્થાન પામ્યા છે.). અન્ય પુસ્તક છે,,, પ્રાથમિક શિક્ષકોના નૂતન પ્રયોગો”, GEIC(Gujarat Education Innovation Commission, Gandhinagar). (પ્રાથમિક શિક્ષકો દ્વારા સુંદર અને અથાગ પ્રયત્નોના આધારે ગુજરાત રાજ્યના એવા શિક્ષકો જેમણે અડચણોને અવસરમાં ફેરવીનાખી અને બાળકો, શાળા અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ રહ્યા. આ મિત્રો આપણામાના જ છે.
           આપણી વિદ્યાર્થીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યવસાયના પ્રથમ દિવસથી ક્ષીણ થયેલ હોય તેમ જરૂરી નથી, પણ કાળક્રમે કોઇક નકારાત્મક ભાવાવરણના પરિણામે આવુ કદાચ બનતું હશે તેમ માનવુ...(youtube ઉપર A peacock in the land of penguin વિડિયો જોવા વિનંતી છે.) ( Penguin ની મોટા પ્રમાણમાં વસ્તિ ધરાવતા એક પ્રદેશમાં Peacock નું આગમન થાય છે.. શરૂઆતમાં Peacock ના આગમનથી લોકો ખુશ થાય છે એના રંગ ,વાણી , વર્તન તથા અભિગમથી પ્રભાવિત થાય છે. થોડા સમય બાદ Peacock  માટે અસંતોષ ઉત્પન થાય છે. ધીરે ધીરે તમામ Penguin એવો આગ્રહ રાખે છે કે Peacock પોતાના આગવા ગુણો છોડી તેમના જેવા થઇ જાય. આજ તબક્કે Peacock ના મનમાં સંધર્ષ ઉત્પન થાય છે કે શું કરવું???? પોતાની વાત ઉપર ટકી રહેવું કે Penguin ની વાત માનીને તેમના જૂથમાં  ભળી જવુ.....  તમે વિચારો Peacock  એ શું કર્યુ હશે???? આ માટે  વિડીઓ જોવા વિનંતી...)
           જેમ વૃક્ષો પોતાનો વિકાસ કરવા અને વધુ સારી રીતે વિકસવા માટે વર્ષમાં એક વાર જૂના પાંદડા ખંખેરી નાંખેછે અને નવી કૂંપળો ફૂટે છે તેમ આપણે પણ જૂની વાતો, સમસ્યાઓ, તણાવો ત્યજી આપણા વ્યવસાયિક વિકાસ માટે નવી બાબતો, નવા આયામો સ્વિકારીને વિકસવું પડશે નહીંતો પછી શિક્ષણમાં વસંત ક્યારે આવશે? 
“Tree and teachers are same both vanishes when stop growing”
·         One English Saying from CTF(Canadian Teacher Federation)
           ક્યારેય આપણે સમાજ ઉપર આપણી અસરકારતાનો અંદાજ મેળવ્યો છે??? તો જરા ગણતરી કરીએ...
           જો સરેરાશ ૨૧ વર્ષે નોકરી મેળવ્યા બાદ આપણે ૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્ત થઇએ એટલે સરેરાશ ૩૫ વર્ષની સેવા આપીએ. હવે આ ૩૫ વર્ષમાં આપણે સેવામાં લાગ્યા હોઇએ ત્યારે ધોરણ-૧ માં ભણતા વિદ્યાર્થીના દિકરાનો દિકરો અથવા દિકરીનો દિકરો/દિકરી કદાચ આપણી પાસે ભણતો હોય. આમ, આપણી પાસે એક ગામ, નગર કે શહેરની અંદાજે ૨.૫ પેઢી ભણે.
           હવે આપણા દેશનું સરેરાશ આયુષ્ય ૬૫ વર્ષનુ છે એ અંદાજે અપણી સેવાની અસર એક ગામ કે નગર ઉપર ૧૫૦ વર્ષ સુધી જોવા મળે.
           હવે બીજો પ્રશ્ન આ અસર કેટલા લોકોને સ્પર્ષે??? જો આપણે માત્ર આપણા વર્ગનીજ વાત કરીએ તો આપણા વર્ગમાં સરેરાશ ૪૦ વિદ્યાર્થીની ગણતરી કરીએ તો ૩૫ વર્ષની સેવામાં આપણી પાસબુકમાં ૧૪૦૦ વિદ્યાર્થીઓ પોતાની શ્વાસબુક લઇને આવતા હોય છે.
           હવે આ તમામ વિદ્યાર્થીઓ મોટા થઇ કુટુંબ રચના કરે અને સરેરાજ ચાર વ્યક્તિનું કુટુંબ બનાવે તો સમગ્ર સેવાકાળમાં ૫૬૦૦ વ્યક્તિ ઉપર આપણી અસર જોવા મળે. આ માત્ર એક વર્ગની વાત છે. તો આપણી સમગ્ર શાળાની કલ્પના કરી શકીએ......
           આમ, આપણી નૈતિક પ્રતિબદ્ધતા કેટલી મોટી થઇ જાય છે તેનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. હવે જ્યારે એક તરફ અભિયોગ્યતા કસોટીના આધારે શિક્ષકનો સેવામાં પ્રવેશ થઇ રહ્યો છે અને સરકારની અપેક્ષાઓ બદલાઇ રહી છે. અને ક્યાંક ક્યાંક ખાનગીકરણની વાત સંભળાઇ રહી છે. ત્યારે આપણે કેટલાક આત્મમંથનના પ્રશ્નો પૂછવા પડશે. આપણે ક્યાં છીએ? આપણે ક્યાં જવું છે?
           જો આપણે બાળક, સમાજ અને સરકારની અપેક્ષાઓ સંતોષી શકીશું તો કોઇ પ્રશ્ન નથી નહીંતર આપણે બે બાબતો ઉપર ગંભીર વિચારવું પડશે. આપણે legal accountability  તરફ જવું છે કે પછી moral accountability  ના રસ્તે  self regulatory body ની રચના કરવી છે.
           બાળકના અધિકારો અને શ્વાસબુકનું રક્ષણ બન્ને સંજોગોમાં થવાનું છે જ.... આપણે આપણા પ્રશ્ન ઉપર વિચારવાનું છે. જેમકે.. સમાજના અન્ય વ્યવસાયિકો જેવા કે.. વકિલો, ડૉક્ટરો, આર્કીટેક, એન્જિનિયર્સ એ પોતાના self regulatory body  બનાવ્યા છે. ( BAR council, Medical council of India, engineer association)  જેનું કામ વિવિધ વ્યવસાયકારોનું રજીસ્ટ્રેશન કરવાનું, તેમાના કામ માટેના  code of conduct  તૈયાર કરવાનું તથા તેમના કામને મોનીટર અને રેગ્યુલેટ કરવાનુ છે. આ સંસ્થાઓ જો કોઇ વ્યવસાયકાર ચોક્કસ માનાંક મુજબ કામ ના કરતી હોય તો તેમનું રજીસ્ટ્રેશન પણ રદ કરી શકે છે અને ભવિષ્યમાં તેઓ આ વ્યવસાય ન કરી શકે તે હદ સુધીની કામગીરી હાથ ધરી શકે છે.
           શું આપણે પણ આવી કોઇ સંસ્થાકીય વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત છે કે જે આપણને એક વ્યવસાયિક શિક્ષક તરીકે રજીસ્ટર કરે આપણા કામની ગુણવત્તાનું મોનીટરીંગ કરે તેના  code of conduct  ની રચના કરે અને તેનો અસરકારક અમલીકરણ નિશ્ચિત કરે. અને જરૂર જણાય તો આપણું રજીસ્ટ્રેશન રદ કરી શકે.
        નહીતર ઘણાં બધા પરિવર્તનો આવ્યા કરશે પણ આપણે સ્વયં નિયંત્રિત(self regulated) નહી થઇએ તો આપણી પાસબુક માંથી   WITHDRAW નહી થાય અને વિદ્યાર્થીની શ્વાસબુકમાં DEPOSITE નહી થાય. અને પછી આપણે બઘા  BALANCE SHEET  તાળા મેળવવામાં મથામણ કરતા રહીશું.
બસસસસસ......

Subscribe to this Blog via Email :
Previous
Next Post »