Our Feeds

Tuesday, 3 February 2015

chandravati primary school.sidhpur patan bharatsinh

માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય!


માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય! બસ, આમ જ નાક વાઢવાનું? જબરું કે'વાય! ઊભડક રહી વર્ગમાં આખો દિ' ભણાવાનું, ને થાક્યા વિના હસતાં રે'વાનું? જબરું કે'વાય! વાંચતા લખતાં કરવાનો ને ઘરે જઇ લઇ આવવાનો, એ જ સ્ટુડન્ટને ટચ નંઇ કરવાનું, જબરું કે'વાય! મત, વસ્તી, વૃક્ષ, કૂતરા- ગણતરીઓની ગૂંચવણમાં, ખુદને પણ સાવ ભૂલી જવાનું, જબરું કે'વાય! દુનિયા ભલેને નીતનવાં વાઘા કેમ ન બદલે; ઑફિસિયલી રે'વાનું ને સાડીમાં જ ફરવાનું, જબરું કે'વાય! માસ્તર તો શાળામાં ને મંદિરિયામાં જ શોભે, પિક્ચર તો સપનામાં બી નંઇ જોવાનું, જબરું કે'વાય! કાગળિયાનું કામ બધુંયે કમ્પ્યૂટરમાં કરવાનું, પણ ફેસબુક-વૉટ્સ અપ નંઇ મચેડવાનું, જબરું કે'વાય! પગારની જ્યાં હોય સફર એકથી તારીખ પાંચ સુધી, ને એને'ય 'માનદ્ વેતન' કે'વાનું, જબરું કે'વાય! 'માઁ' ના સ્તરે 'માસ્તર' એવું કાગળિયામાં જ શોભે, છેવટે એણે 'સરકારી નોકર' જ રે'વાનું, જબરું કે'વાય! માસ્તરનું'ય સ્તર માપવાનું? જબરું કે'વાય! બસ, આમ જ નાક વાઢવાનું? જબરું કે'વાય!

Subscribe to this Blog via Email :
Previous
Next Post »