Our Feeds

બુધવાર, 17 ઑગસ્ટ, 2016

www.shreechandravatischool.com

ગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત

ગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત
ગુજરાતમાં ૭માં પગારપંચનો ૧લી ઓગસ્ટથી જ અમલની જાહેરાત
- રાજ્ય સરકારનાં અધિકારી-કર્મચારી- પેન્સનર્સને લાભ ઃ સરકાર વર્ષે વાર્ષિક રૃ. ૮,૫૧૩ કરોડનો બોજો
અમદાવાદ, મંગળવાર
કેન્દ્ર સરકારની ૭મા પગાર પંચની ભલામણોને ગુજરાત સરકારે સ્વીકારી લઈને ૧લી ઓગસ્ટ-૨૦૧૬ થી જ તેનો અમલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેનો લાભ રાજ્ય સરકારનાં છ લાખથી વધુ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્સનર્સને મળશે. ઉપરાંત ગ્રાન્ટ ઇન-એઇડ સંસ્થાનાં કર્મચારીઓને પણ ૭મા પગાર પંચ મુજબની ચૂકવણી કરાશે. ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને સરકારી તિજોરી પર દર વર્ષે રૃ. ૮૫૧૭ કરોડનો આર્થિક બોજો પડશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના ૭મા પગાર પંચને ૧લી જાન્યુઆરી - ૨૦૧૬થી જ લાગુ કરવાનું નક્કી કરાયું છે. જેનો પગારમાં વાસ્તવિક અમલ ૧લી ઓગસ્ટ-૨૦૧૬થી થશે. જયારે પેન્સનર્સ માટે વાસ્તવિક અમલ ૧લી ઓકટોબરથી થશે.
કેન્દ્ર સરકારનાં ૭માં પગાર પંચની ભલામણોને સ્વીકારવામાં આવી છે તે મુજબ તેના લાભો મળશે.
ઉપરાંત પગાર ભથ્થા અને અન્ય ભથ્થાઓના લાભ, એરિયર્સની ચૂકવણી તથા પગાર વિસંગતતા સંદર્ભે વિચારણા કરીને રાજ્ય સરકારને ભલામણ કરવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ અધિકારીઓની સમિતિની રચના કરવાનો મંત્રી મંડળે નિર્ણય કર્યો છે. આ કમિટી નાયબ મુખ્ય મંત્રી તથા નાણા મંત્રી નીતિન પટેલની અધ્યત્રકામાં રચાનારી મંત્રી મંડળની પેટા કમિટીમાં તેની ભલામણ કરશે. મંત્રી મંડળની આ કમિટી ભલામણોનો અભ્યાસ કરીને મંત્રી મંડળ સમક્ષ રજૂ કરશે અને ત્યારબાદ યોગ્ય સમયે યોગ્ય અને જરૃરી નિર્ણય કરશે.
એરિયર્સની ચૂકવણી તબક્કાવાર કરાશે. ગ્રાન્ટ ઇન એડ સંસ્થાનાં કર્મચારીઓ માટે સંબંધિત વિભાગ દ્વારા નાણા ખાતાની મંજૂરી મેળવ્યા બાદ નિયમો મુજબ લાભ અપાશે. હાલ પે બોર્ડ અને ગ્રેડ-પે આધારિત પગાર માળખાને સ્થાને પે મેટ્રીક્ષ મુજબ સુધારેલા પગાર માળખાનો અમલ કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. જે મુજબ રાજ્ય સરકારે મંજૂર કરેલ પે મેટ્રીક્ષ મુજબ કર્મચારીઓને લાભ મળશે. આ પગાર સુધારણા માટે વાર્ષિક રૃ. ૩૮૭૧.૪૫ કરોડ, પેન્સનર્સ માટે રૃ. ૧૩૬૧ કરોડ તથા જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીનાં એરિયર્સ માટે કર્મચારીઓને રૃ. ૨૨૫૮ કરોડ તથા પેન્સર્નસ એરિયર્સ માટે રૃ. ૧૦૧૭ કરોડ ચૂકવાશે.

Subscribe to this Blog via Email :
Previous
Next Post »