Our Feeds

ગુરુવાર, 20 જૂન, 2019

www.shreechandravatischool.com

સમર્થનાં બીજા અને વધુ વિસ્તૃત તબ્બકામાં આપનું સ્વાગત છે

અભિનંદન ! સમર્થનાં બીજા અને વધુ વિસ્તૃત તબ્બકામાં આપનું સ્વાગત છે.
સમર્થ-I ના અમલ માટે વર્ષ 2018 માં ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ અને સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર અર્થપૂર્ણ ભાગીદારીની ભાવનાથી જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનો અભ્યાસક્રમ અને અધ્યાપન સામગ્રી એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક પ્રોજેક્ટની ટીમ દ્વારા રચના કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ગણિત માટેનાં મોડ્યુલ એસ.એસ.એ. દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય મોડ્યુલ આઇ.આઇ.એમ.એ. દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ટેકનોલોજીકલ પ્લેટફોર્મની ડિઝાઇન, ડેવલોપમેન્ટ અને સંચાલન આઇ.આઇ.એમ.એ. ની જવાબદારી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારા 19000 કરતાં વધુ ઉચ્ચ પ્રાથમિક શાળાના વિજ્ઞાન અને ગણિતનાં શિક્ષકોએ આ કાર્યક્રમમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો. ખુબ જ સઘન મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે શિક્ષકોને આ કાર્યક્રમથી ઘણો ફાયદો થયો છે. આઇઆઇએમએ અને એસએસએ સાથે મળીને પછી કાર્યક્રમને વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો, અને પરિણામ એ છે કે, તમે આજે આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરીને તમારી ભાગીદારી નોંધાવી રહ્યા છો.તમે જુલાઈ, 2019 માં મોડ્યુલ વાંચન કરવાનું શરૂ કરશો, તો અત્યારે આપે કેમ નોંધણી કરવાની છે? તેનો જવાબ એક સિદ્ધાંતમાં છે આપણે જાણવું જોઈએ કે શિક્ષકો તાલીમથી લાભ મેળવે છે કે કેમ? આને કાર્યક્રમનું મૂલ્યાંકન કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સમર્થ - l નાં વિજ્ઞાન અને ગણિતના શિક્ષકોના વલણ અને તેમની માન્યતામાં તાલીમ પછી સુધારો થયો છે. આ મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાતો સુચન આપે છે કે, કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કેટલીક માહિતી એકત્રિત કરવી જરૂરી છે જેને "બેઝલાઇન" કહેવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન અને પછી એકત્રિત કરેલી માહિતીને આધારે પરિવર્તન સમજવા માટે બેઝલાઇન સાથે તુલના કરવામાં આવે છે. મૂલ્યાંકન સંશોધનમાં ભાગ લેવા માટે અમે તમારો અગાઉથી આભાર માનીએ છીએ.કાર્યક્રમ દરમિયાન તમારામાંથી મોટાભાગના શિક્ષકો અમારા તરફથી ૩ વાર સંશોધન માટેની પ્રશ્નાવલી મેળવશે, કેટલાકને તે ચાર વખત પણ મળશે.
અગાઉ જણાવ્યા મુજબ, સમર્થ - II કાર્યક્રમ વિસ્તૃત કરવામાં આવ્યો છે. એટલે કે, તે ત્રણ વિભાગના શિક્ષકોને આવરી લે છે. ધોરણ 1 અને 2 ના શિક્ષકો (પ્રજ્ઞા), ધોરણ 3 થી 5 ના શિક્ષકો (પ્રાથમિક) અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો (ઉચ્ચ પ્રાથમિક).
નોંધ: આપના દ્વારા પસંદ કરવામાં આવેલા વિષય અને ધોરણનાં આધારે જ આપની સમર્થની તાલીમના મોડ્યુલ ખુલશે.
ફરી એક વાર આ માહિતી ચકાસવા વિનંતી . પછી આપ આ માહિતીમાં કોઈ પણ ફેરફાર કરી શકશો નહિ.

Subscribe to this Blog via Email :
Previous
Next Post »