Our Feeds

બુધવાર, 11 સપ્ટેમ્બર, 2019

www.shreechandravatischool.com

સમર્થ - II સંદર્ભમાં અમુક પ્રશ્નો નાં જવાબ:

સમર્થ - II સંદર્ભમાં અમુક પ્રશ્નો નાં જવાબ:
૧. શું વિષય સિવાયના સેક્શન "B" નાં મોડ્યુલ પણ પૂર્ણ કરવાના છે?
જવાબ ૧: હા, આપને જેટલા મોડ્યુલ ડેશબોર્ડ પર દેખાય છે તે બાધા જ પૂર્ણ કરવાના છે.
૨. તાલીમની સમય સીમા શું રહેશે?
જવાબ ૨: આપ તાલીમ ૨ મહિનાનાં સમયગાળામાં પૂર્ણ કરી શકશો.
૩. જે મોડ્યુલમાં ૧૬ તારીખથી ખુલશે એવી સુચના આવે છે તેમાં શું કરવાનું?
જવાબ ૩: આ મોડ્યુલ ૧૬ સપ્ટેમ્બર થી શરુ થશે, એટલે ત્યારે જ આપ તેનો અભ્યાસ કરી શકશો.
૪. રજીસ્ટ્રેશન વખતે ભૂલથી ખોટો વિષય પસંદ થઇ ગયો છે તો હવે શું કરવું?
જવાબ ૪: રજીસ્ટ્રેશનનાં સમયે જ જો જણાવવામાં આવ્યું હોત તો થઇ ગયું હોત પરંતુ હવે વિષય બદલાઈ શકશે નહિ.
૫. મારે મેસેજ આવ્યો નથી તો હું કેવી રીતે તાલીમ શરુ કરું?
જવાબ ૫: રજીસ્ટ્રેશન વખતે જે મોબાઈલ નંબર આપે આપેલો છે તેના પર બધા ને મેસેજ કરવામાં આવ્યા છે, તેમ છતાં જો મેસેજ નાં મળ્યો હોય તો આપ તાલીમ આપના ટીચર કોડ, મોબાઈલ નંબર અને પાસવર્ડથી શરુ કરી કરી શકો છો. મેસેજ ની રાહ જોવાની જરૂર નથી
6. રજીસ્ટ્રેશન નાં કરેલું હોય અને તાલીમ લેવી હોય તો શક્ય છે?
જવાબ 6: ના, ૧,૫૨,૭૮૮ શિક્ષકો એ જૂન મહિનામાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરેલું છે તે જ તાલીમ લઇ શકશે.
૭. લોગીન ની માહિતી ભુલાઈ ગઈ છે.
જવાબ ૭: અમને ફેસબુક માં આપનો ટીચર કોડ જણાવો અમે માહિતી મેસેજ દ્વારા મોકલી આપીશું.

લોગીન લીંક : http://bit.ly/SAMARTH-II

Subscribe to this Blog via Email :
Previous
Next Post »